મુંબઈ: ભારે વરસાદના કારણે ટ્રેક પર ફસાઈ મહાલક્ષ્મી એક્સપ્રેસ, અનેક મુસાફરો અટવાયા, 28 ફ્લાઈટ પ્રભાવિત
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 24 કલાકમાં મુંબઈમાં 150થી 180 મિલીમીટર વરસાદ નોંધાયો છે. શનિવારે પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.
મુંબઈ/નવી દિલ્હી: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 24 કલાકમાં મુંબઈમાં 150થી 180 મિલીમીટર વરસાદ નોંધાયો છે. શનિવારે પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આ દરમિયાન લોકોને બહાર ન નીકળવાની ચેતવણી અપાઈ છે. સમુદ્ર તટે ન જવાની પણ સલાહ અપાઈ છે. ખરાબ હવામાનના કારણે અત્યાર સુધી 24 ફ્લાઈટને અસર થઈ છે. મહાલક્ષ્મી એક્સપ્રેસ બદલાપુર અને વાંગની સ્ટેશનો વચ્ચે પાણીથી ભરેલા ટ્રેક પર ફસાઈ ગઈ છે. તેમાં ફસાયેલા 700 જેટલા મુસાફરોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે. અત્યાર સુધી રેલવે પ્રોટેક્શન ફોર્સ અને નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને બિસ્કિટ, પાણી જેવી જરૂરી સામગ્રીઓ આપી રહી છે.
કર્ણાટકના નવા CM બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ ભ્રષ્ટાચાર કેસની સુપ્રીમમાં સુનાવણી
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ મુંબઈગરાઓને હજુ પણ વરસાદથી રાહત મળે તેવું લાગતું નથી. શુક્રવારે હવામાન ખાતા તરફથી કરાયેલી આગાહી મુજબ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આંધી આવવાની પણ સંભાવના છે. વિભાગના જણાવ્યાં મુજબ આગામી 4 કાલક દરમિયાન થાણા, રાયગઢ અને મુંબઈમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાની સંભાવના છે. આ ઉપરાંત કોંકણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...